તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ
જાવું સાચું એક જ કાંઠે નાવ અલગ અલગ
માણસ છીએ અમ ઈબાદત છે એજ પ્રભુ
મંદિરે મસ્જિદે ના અજમાવ અલગ અલગ
બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ
ભટકી જાશો પળ પળ ખૂશ્બુ કેરી શોધમાં
પામો કોમળતા,ન સુમન સ્વભાવ અલગ અલગ
આંસુ જાશે આવી નિરખી “બીમલ”ની છબી
મોતી માણેક થકી લાખ મઢાવ અલગ અલગ
બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ
khub saras shabdo…
વાહ!
સુંદર રચના.
આ પંક્તિ ખાસ ગમી
બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ
“માણસ છીએ અમ ઇબાદત એ જ પ્રભુ,
મંદિરે મસ્જિદે ના અજમાવ અલગ અલગ.”
નાદાન માનવી એ સમજી શકતો નથી કે ઇબાદતગાહો અને ધર્મગ્રંથો એ અલગ અલગ સાધનો છે; સાધ્ય તો એક જ છે અને તે છે પ્રભુપ્રેમપ્રાપ્તિ. ભક્તકવિ નરસિંહ મહેતાએ પોતાની એક રચના “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’માં આ જ વાત સમજાવી છે.
સુંદર કૃતિ બદલ ધન્યવાદ.
very beautiful and amazing.
wah…..tame to shabdo ni kamal kari nakhi…….bahu gami tamari rachanaa