દોસ્ત

5 01 2014

યુગોને આંબી આવ્યો ને સદીમાં ભુલો પડ્યો છું દોસ્ત
સમંદર તર્યો છું સાત ને નદીમાં ભુલો પડયો છું દોસ્ત

છે શુન્ય સરવાળે બધુયે જાણું છતાંય જો રહ્યો વલખી
એકમ દશક ને આખરે વદીમાં ભુલો પડ્યો છું દોસ્ત

નીલુ અંબર નીલ સમંદર ને નીલા કંઠ કેરી જો સાખે
નીલુ છે ઝેર જાણું છું છતાંય હું પીતો રહ્યો છું દોસ્ત

રટે છે કોઈ નારાજ નામ એવા અલૌકિક ભાવથી કે
માની મલ્હાર ગઝલના ગામે વરસી હું પડ્યો છું દોસ્ત

નારાજ થી ફકીરા સુધીની સફર હવે કેવી રહી ના પુછ
જોગીએ માર્યા ચિપીયા ચાર ધુણીમાં હું ધખ્યો છુ દોસ્ત

નીલી આંખોનો કેફ છે કે છે નશો મય તણો આ ફકિરા
કે લાગણીના પગ લઈ શાહીમાં લપસી હું રહ્યો છું દોસ્ત

Desai Babu Luni “Fakira”હ

Waah Re Dhani

21 08 2010

Waah Re Dhani.

દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી

6 05 2009

દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી

આકાશને આંબી જઈએ

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ

 

 

ફાગણનો ફાગ હવે કોયલનો રાગ

પછી વૈશાખી વાયરાની ડમરી

હૈયામા ધોમધખતી જેઠની બપોર

પછી આંખમાં અષાઢી વીજળી

બોલ હવે બોલ પછી બોલ એકમેકમાં ઓગળી જઈએ…….

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ

 

 

આભના છાબમાં તારલાના ગુલાબ

ઉપર છે ચાંદાનો પહેરો

ધરતી પર પથરાઈ છે રૂપલે મઢેલ રાત

ને ઉછળતી સાગરની લહેરો

રોમ હવે રોમ પછી રોમરોમ વ્યાપી  જઈએ….

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ.  

 

 

રણ વેરાન રણની તરસ છીએ.

23 03 2009

રણ વેરાન રણની તરસ છીએ.
ક્ષણભંગુર ક્ષણની તરસ છીએ.

 

સુરજમુખી થઈને ઉગ્યા ધરા પર
બળબળતા સુરજની તરસ છીએ.

 

ક્ષીર સાગરને મળવા કાજે અધીરા
અમે મધમીઠાં ઝરણની તરસ છીએ.

 

સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ

 

જિંદગી આભાસી જળની ઘટના છે ને                                                                           નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ

સાંજની લાલીમા કાળી રાત બની જાય

17 01 2009

સાંજની લાલીમા કાળી રાત બની જાય

ઘટના ગોઝારી હો તો ઘાત બની જાય

 

ભીતરમાં ઠોંસી ઠોંસી ખાલીપો ન ભર

કે એ જાતા દા”ડે આઘાત બની જાય

 

સીમા ચરમ નક્કી ચાહતની સમજ દિલ

અધર તણી ચુપકી કબુલાત બની જાય

 

મળી નિગાહ નિગાહ થયો નજરે કેદ

તારી જરીક દુરતા હવાલાત બની જાય

 

 આવો જો આપ બિમલની ગઝલ માંય

મુજ ઊર્મિ ગીત જરુર આયાત બની જાય

તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ

6 01 2009

તારું   હોવું  મારું   હોવું  સાવ  અલગ  અલગ

જાવું  સાચું એક   કાંઠે  નાવ અલગ અલગ

 

માણસ  છીએ  અમ  ઈબાદત  છે   એજ  પ્રભુ  

મંદિરે   મસ્જિદે  ના  અજમાવ  અલગ અલગ

 

 

બદલાય સમય તો  શું  શું   બદલાય  પુછ  ના

એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ

 

ભટકી  જાશો  પળ  પળ   ખૂશ્બુ  કેરી   શોધમાં

પામો કોમળતા,ન સુમન સ્વભાવ અલગ અલગ

 

 

આંસુ  જાશે  આવી  નિરખી  બીમલની  છબી

મોતી  માણેક  થકી લાખ મઢાવ અલગ અલગ

છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે

25 08 2008

ભલા થઈને કરો કોશિશ કર્યા વગર નહીં મળે

જોડીને હાથ બેસી રહેશો  તો ડગર નહીં મળે

 

 

 

એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.

ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.

 

 

 

 

 

સદાયે લોહી સાથે વણી રાખો મીરાં કેરી શ્રધ્ધા

બધાયે ઝેર થાશે બેઅસર કોઈ અસર નહીં મળે

 

 

 

ફેંદો નહીં દોસ્ત કિતાબો સરનામું શોધવા એનું

અક્ષર-અક્ષર ઉકેલાશે ને ખુદા અકસર નહીં મળે

 

 

 

ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત

મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે

 

 

 

 

 

તમથી રહે નારાજ તો કેવો ભટકી જાય ના પુછો

છે ધરતીનો છેડો ઘર ને એને  ઘર નહીં મળે

અર્પણ રક્ષાબંધને માલધારી બેનોને

16 08 2008

                                                    અમારા ચરણ સાથે હજીયે  સફરમાં છે મારગ

 જીવતરના સારા-નરસા અવસરમાં છે મારગ  

 

 

 

 આ ક્યાં ઘડીની વાત છે યુગોની છે રઝળપાટ

 હજી મારગમાં ઘર અમારું ને ઘરમાં છે મારગ

 

 

 

 

 

 ખડ ખૂટ્યાની વેદના ભલા તમને શી ખબર?

 આંસુ નહીં અહીં આંખની દડદડમાં છે મારગ

 

 

 

 અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર

 ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ

 

 

 

ભાતીગળ સંસ્કૃતિના છપાવે છે પ્રચારમાં ચિત્રો

જાગો  નારાજ બની રહયો છે કેલેન્ડરમાં મારગ

એની આંખોમાં ઘણું લખેલું હતું

14 08 2008

એની આંખોમાં ઘણું લખેલું હતું

પ્રેમના પાઠ કોણ  ભણેલું    હતુ.

 

 

 

અમે તોફાનો સાથે  બાથ લીધી

ને  હંફાવી ગયું    હલેસું હતું

 

 

 

હું  ચાહું  છું  તને ચાહું છું ભલા

આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું

 

 

 

રાત  આખી  અડીખમ  અંધારુ

પલકોમાં  ઉષાની  ઝુકેલું  હતું

 

 

 

બંધ આંખે બદલી દિશા ચાલ્યો

ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું

 

 

 

નારાજ આજે ડંખે છે નસેનસમાં

જે  કાલે લોહી સાથે વણેલું હતું

 

 

એક મહોરા પર બીજું મહોરું છે

3 08 2008

દિવસ અને રાત સતાવે મને તારી યાદ સતાવે

જુદાઈનો ગમ નથી દોસ્ત છેલ્લો એ સંવાદ સતાવે

તું કોરી રહી શકીના હુંય ના ભીંજાયો નખશિખ

ફરફર વરસી બેઉને લુચ્ચો આ વરસાદ સતાવે.

88888888888888888888888888888888888888888888

એક મહોરા પર બીજું મહોરું છે

દુ:ખ એજ વાતનું દોસ્ત મને દોહરું છે.

 

ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો

મારામાં બ્લેક હોલ નામે બાકોરું છે.

 

કેટલીય ભીની પળોને મેં સાચવી છે

કોરી આંખોમાં શમણું તોયે કોરું છે.

અંતર મળ્યા પછી અંતર રાખે છે ઘણા

બેસે હાથમાં દઈ હાથ અડોઅડ એવું થોડું છે.

એને દુનિયાદારીનું ભાન ક્યાંથી હોય દોસ્તો

નારાજ તો હજી આજકાલનું છોરું છે.