નારાજનો વૈભવ

*******

કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?

કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?

લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?

બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?

આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?

હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?

જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?

કોણ માનશે? એ પછી કોને ખબર? પર સર્જન થાય એ અપેક્ષા સહ…બાબુ દેસાઈ અમદાવાદ આપની ટીકાઓ આવકાર્ય છે.વાઘેશ્વરીને ખોળે , ગઝલ હમેશાં …સોળે કલાએ….ખીલે ..એજ અભિલાષા સહ email :naraj2004n@yahoo.com

**********

મિત્રો બહુ મજાના છીએ કોણ માનશે ?
અમે એક્બીજાના છીએ કોણ માનશે ?
પીને ઝેર નીલકઠ તો થૈ શક્યા નહીં
છતાં શંકર તો ગીરજાના છીએ કોણ માનશે ?
લુંટ્યા છે મિત્રો મન મુકીને અમને
ખુટ્યા ના એ ખજાના છીએ કોણ માનશે ?
ખાનગીમાં આવી ખુદા મને રોજ મળે છે.
માનવી એ ગજાના છીએ કોણ માનશે ?
થાય ના કદર એ વાત ઓર છે “નારાજ”
બાકી વારસ તો મીરજાના છીએ કોણ માનશે ?

– બાબુ દેસાઇ ‘નારાજ’, અમદાવાદ

          *************

રણને નીચોવીને શું પામશું ?
ઝાંઝ્વાને પીને શું પામશું?

ચાલો મળી કંડાળીયે પાયણાં
અત્ત્રર નીચોવીને શું પામશું ?

આપણા સૌનું સહીયારું સર્જન
બીજું અંતર વલોવીને શું પામશું?

ભીતર મહેરામણ હિલોળા લે છે
આપણે કિનારે બેસીને શું પામશું?

આ ગઝલ લખાઇ પ્રભું મળ્યા સમ
“નારાજ” શ્રાવણ નાહીને શું પામશું?

****************

શું થાતે કલમનો અગર સહારો ના મળતે
ડુબી જાતી નૈયા અધવચ કિનારો ના મળતે.
તારો યદી જો મોઘમ ઇશારો ના મળતે
વિચારું છું મને પણ આવા વિચારો ના મળતે.

   ***************

દિલનું દર્દ હવે ઘેરું બને છે
મન પણ મેરું જેવું બને છે.

પળ પળ મને ડંખ્યા કરે છે
ઝંખના ઝેરી એરું બને છે.

હ્રદય વચોવચ ચાસ પાડે છે
આ લાગણીઓ પણ ખેડું બને છે.

ખાઈ ખાઈને સમ ભોળપણના
કોણ આટલું ભોળુ બને છે?

નીર નીતરતી કાયાનું કામણ
એક એક અષાઢી ફોરું બને છે.

લાખ યત્નો છતાંયે જીવતરમાં
કયાં આપણું ધાયુઁ બને છે.

કોઈ બને છે પ્રીતમાં પાગલ
ને કોઈ રુપનું ઘેલું બને છે.

શ્રદ્ધા સબુરી ને હો મસ્ત ફ્કીરી
તો દિલ ઇશ્વરનું દેરું બને છે.

“નારાજ” લઈએ જો પીડ પરાઈ
તો ઉપચારો ઘરેલુ બને છે.
*******************
અક્ષર અક્ષર મઠારી લખીએ
ગઝલ નખશીખ સારી લખીએ.

વિરહ વેદના ને છે વ્યર્થ વ્યથાઓ
દુઃખદ પળોને શણગારી લખીએ

ઉપર આભને નીચે છે ધરતી
આપવા દિલની દાતારી લખીએ.

આદમ ઈવન પ્રથમ મિલન સમી
આ લાગણીઓ સૌ વિસ્તારી લખીએ.

શક્યાતાના દ્વારે જઈ ઉભા રહીએ 
ઍના આવવાની આશ ઠગારી લખીએ.

“નારાજ” હૈયે એવી હિંમત હોવી ઘટે
કે સત્ય વાતોને સ્વીકારી લખીએ.
  *******************
ભીતર દીપ પ્રગટાવી તો જો
જે નથી તે ત્યાગી તો જો

અર્થ એના કેટલાય નીકળશે
શબ્દને શબ્દથી ભાગી તો જો

આંસુ માજા મુકી વહે
એ પ્રથમ પાંપણ ઢાળી તો જો

મેં ડુબવાની પ્રણ લીધી છે
તારી ફરજ છે તારી તો જો

આજ ગઝલ વચોવચ વરસી છે
આ શબ્દની સરવાણી તો જો.

“નારાજ” માત્ર વેંત ઊંડા છે
આ ઝાંઝવાને જરી તાગી તો જો.
 

Advertisements

12 responses

23 09 2006
સુરેશ જાની

પહેલી જ વખત તમારો બ્લોગ જોઉં છું. પોલીસ ખાતામાં રહીને પણ આટલી સંવેદનશીલતા ! અદભૂત. અભિનંદન .
ભગવાન તમને બહુ જ સફળતા આપે – તમારા કાર્યમાં અને આ સર્જનની પ્રક્રિયામાં પણ
હવે ગુજરાતી બ્લોગ એટલા બધા વધી ગયા છે કે, બધે વાંચી નથી શકાતું. ‘ફોર એસ,વી.’ અથવા ‘ઓટલો’ ને કહીને તમારા બ્લોગનો તેમના સીંડીકેશનમાં સમાવેશ કરાવી લો, જેથી મારા જેવા જે માત્ર ત્યાં જ વિઝીટ કરે છે, તેમને રોજ તમારી નવી પોસ્ટ વાંચવા મળે.

24 09 2006
amit pisavadiya

બધી રચના ઓ માણી ને મજા આવી.
પ્રથમ વખત આપનો બ્લોગ જોયો. સુંદર !!!
સરસ શબ્દો સજાવ્યા છે.
અભિનંદન.

24 09 2006
chetna

…a badhu vanchi ne kai kaheva karta mahesus karvu vadhare yogy chhe… apni a sundar rachnao ivshe kaheva mate koi j shabdo malta nathi..pan etlu to samji shakay chhe ke a badhi j rachanao rachti vakhate koi anjan dard jarur chalakayu hashe apna hraday ma…!1…

25 09 2006
gopal h parekh

hardik abhinandan

27 09 2006
Bhavin

Khubaj Saras !! Shila ne jem koi Shilpi kandare tem tamo e shabdo gazal mahi kandarya chhe…

29 09 2006
વિવેક

ભાવોની સુંદર અભિવ્યક્તિ…. સુંદર મૌલિક કૃતિઓ…

25 10 2006
dhaval

lage raho sarji kafi accha likhte ho

27 03 2007
Sangita

I saw this website for the first time and very happy to read all poems here.

18 06 2008
jalal mastan 'jalal'

Wah, sundar kavita o chhe. abhinandan.
jalal mastan ”jalal’
Gujarati Ghazal Writer, Ahmedabad
98791 97686

17 09 2008
Mahesh Trivedi

Babu Desai Urfe Naraj,
Very nice and cool poems in Gujarati and I found them very meaningful as well entertaining with less words and long lines. All the best wishes and God bless you!
Mahesh Trivedi,
Founder and Editor, eSatsang Australia.

29 11 2012
Hasmukh

સુંદર !!!
સરસ શબ્દો સજાવ્યા છે.
અભિનંદન.

8 12 2016
Dr. Bharat Desai Luni

I have to read all lines two to three times to understand. Amazing creation. Fortunately ‘NARAJ’ is my cousin brother and also spiritual guide. It is nice to know that ‘NARAJ’ is no more ‘NARAJ’ now he is ‘FAKIRA’. Namah sivay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: