ઝાકળ ભીના સ્પંદન

24 09 2006

રુપ એનુ નમણું ખોયુ છે
આંખોએ એક શમણુ ખોયુ છે.

સાગર મિલનની અંધ ઘેલછામાં
એક નદીએ ઝરણું ખોયુ છે.

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

“નારાજ”રુદનથી નયન લાલ થાય છે
હ્રદયે  ક્શુંક કંકુવરણું ખોયુ છે.

*************
મને ક્યાં ખબર હતી પ્યારની મહત્તા
તે જ સમજાવી મને ઈંતજારની મહત્તા

રુપ ફ્ક્ત રુપ છે ભલા એને ક્દાપી
ખપે નહીં રગના આધારની મહત્તા

રાતભર જાગી થયું તિમીર રંગીન આભનું
મધુકરને નથી ખબર અંધકારની મહત્તા

માણસ ઉર્ફે રામ નામે હણાયેલ સુવર્ણ મૃગ
એ જાણે છે દોસ્ત એના શિકારની મહત્તા

મને નસીબ જોગે એવા મિત્રો મળી ગયા
હું સમજી શકું છું મારા વિચારની મહત્તા

“નારાજ”ના બધા દર્દનો અક્સીર ઈલાજ છે
તબીબોને શી ખબર “નીલું”ના દીદારની મહત્તા.
     **************
જગતની ભીડમાં મિત્રો  પ્રકારે બેઉ મળ્યા
કોઈ મહોબતીલા કોઈ વ્યવહારું મળ્યા.

આ મુફ્લીસેને લાખ લાખ સજ્દા ખપે
એના નગર માંહે હીરાના પારખું મળ્યા

એણે દીધેલા ઘાવ પળમાં રુઝાઈ ગયા
ઈશ્વર કૃપા ક ઉપચારો ઘરગથ્થું મળ્યા.

Advertisements

ક્રિયાઓ

Information

11 responses

24 09 2006
chetna

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ek rite to prem ma pamva karta khovanu vadhare hoy chhe..to pan e pamela ni kimat khoya karta vadhare hoy chhe…!

24 09 2006
vijay

Ghanu ja saras kavan Che

માણસ ઉર્ફે રામ નામે હણાયેલ સુવર્ણ મૃગ
એ જાણે છે દોસ્ત એના શિકારની મહત્તા

મને નસીબ જોગે એવા મિત્રો મળી ગયા
હું સમજી શકું છું મારા વિચારની મહત્તા

tamari permission thi Aa kavyo http://www.gujaratisahityasarita.wordpress par muku chhu. Asha chhe ke tamane vandho nahi hoy.
Vijay Shah

27 09 2006
Urmi Saagar

નમસ્તે બાબુભાઇ, બ્લોગની શરૂઆત સરસ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન!

I saw your comment and I will add your blog in my ‘sahiyaaru sarjan – gujarati blog jagat’ when I have a good net connection.

29 09 2006
વિવેક

ગુજરાતી બ્લોગ-વિશ્વમાં હાર્દિક આવકાર…. સુંદર ગઝલો… અભિનંદન…

30 09 2006
જયદીપ ટાટમીયા

બાબુભાઈ, નમસ્તે…!!!
થવા દો, કસુંબલ રંગનો વૈભવ અમને પણ માણવા દો…
–જયદીપ.

13 10 2006
ilaxi

Thanks for visiting shabdpreet. Do continue writing in gujarati – sure, I can read fluently….& do keep up the good work in your real profession. God Bless!

– ilaxi

22 10 2006
Charmi Gandhi

me a tamari agal thi pahela sambhlel j,tyare pan mane bahu maja avi avi hati,and still its super.vare ghadiye vanchi ne ema dubvanu maan thaya j kare che.jakas che.

23 10 2006
amitpisavadiya

સુંદર !!

નૂતન વર્ષાભિનંદન , સાલ મુબારક .

18 12 2006
chetu

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ek rite to prem ma pamva karta khovanu vadhare hoy chhe..to pan e pamela ni kimat khoya karta vadhare hoy chhe…!

3 01 2007
Dipika Mehta

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

મને નસીબ જોગે એવા મિત્રો મળી ગયા
હું સમજી શકું છું મારા વિચારની મહત્તા Saras Shabda Rachana

18 03 2007
વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad)

અથઁ પ્રેમનો હવે પુછો ના
વહેવા દો આંસુને લુછો ના…Nice one!!!

” વહેતા આંસુને ખોટા ખબર અંતર પુછોના,
પાછા વળી દિલ અને દરિયાનું અંતર પુછોના!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: