કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.

23 04 2007

                          2005050800060101.jpg         

   ઝાંપે ગાવડી
      ભાંભરી બળી ગઈ 
      સાંજની વેળા

 

                  

શંકરની જેમ જટામાં ફ્ક્ત ગંગા નથી લીધી,
તુજ અશ્રુ  ધોધમાં મેં  આખી ડુબકી દીધી.
શુ પ્રાપ્ત થયું છે હવે પુછ ના મને તું ?
કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.

Advertisements
આ લાલ ચણોઠી નથી

20 04 2007

85-16h.jpgઆ લાલ ચણોઠી નથી
આ તો છે….એકલવ્યના
ક્પાયેલ જમણા હાથના
અંગુઠાથી ફેલાયેલ ….
રુધીરના ઉગી નીક્ળેલ રકતબિંદુઓ……….
અને આ કાળું આંખ જેવું દેખાય એ
બીજું કંઈ નહીં.
દ્રોપદી સ્વંયવરમાં.
કણઁના હાથે
ના વિંધાઈ શકેલ
માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….
 

તમે રે તિલક રાજા રામના ……

18 04 2007

સાંભળો ..રાવજી પટેલનું ગામઠી .તળપદ.શબ્દોમાં રચાયેલ એક સુંદર કાવ્ય.તમે રે તિલક રાજા રામના ……..કેટલાક શબ્દો..ગામઠી શબ્દોના શુધ્ધ અથઁ અહીં લખું છું

સગી મસેના સોઈયા – સગી માસીના છોકરા માચ્છઈ ભાઈ(બેન)
દખ         – દુઃખ     રવેશ – ગામડામાં ઘરમાં ચુલો હોય પાછળના ભાગે લાગી જતો રવો..કાળી મેશ.(બવા) સાથેનો .કચરો..

અક્ષર અક્ષર આરધી છે એને

16 04 2007

આપણી ક્યાં કોઈ  વિસાત છે
હાથમાં  એના દિવસ રાત છે

ઓટ એમાં કદી લ્યે જોઈના અમે
આ અશ્રુ કયાં દરિયાની જાત છે.
અંતરનો ઓરડો મહેંક મહેંક લ્યો
આંગણ એના પગલાંની ભાત છે
ચાંદમાં જે કાળૉ ડાઘ છે દોસ્ત
રુપ માથેથી  ટળેલી ઘાત છે.
ક્ષિતિજની પણ  પેલે પાર  જો
નીલુ  નભને કાળી તો રાત છે
અક્ષર અક્ષર આરધી છે એને
ગઝલ મુજ મને કાલી માત છે.

“નારાજ” ખાખી બાવા આપણે
 આપણે  ક્યા જાત  નાત છે.

પીંગળાની પ્રીત ભતુઁહરીનો ભેખ લઈ આવ્યો છું.

13 04 2007

પીંગળાની પ્રીત ભતુઁહરીનો ભેખ લઈ આવ્યો છું
આજ યુગોની તરસી ભગીરથ ટેક લઈ આવ્યો છું.
આંસુમાં ગંગા યમુના વાણીમાં કબીર ને કાગ
રુદીયા મધ્યે અશોક શિલાલેખ લઈ આવ્યો છું.
ડુબ્યો છું મજધારે  હું નથી કિનારે છબછબીયાં કીધા
આજે થૈ મરજીવો અણમોલ મોતી એક લઈ આવ્યો છું.
આકાશ સામે મીટ સૌની આ લોક ઇતજારમાં છે કોના?
ઉગારવા નૈ પીર કોઈ આવે એ સંદેશ લઈ આવ્યો છું
રાધાના આંસુથી  ઓગળ્યુ હશે અસ્તિત્વ મીરાંનું “નારાજ”
કાના ઘેલી  કંઈ ગોપીઓનું એવુ કહેણ લઈ આવ્યો છું .
 

પરાણે દોસ્ત લખવાની કોશિશ

12 04 2007

Read the rest of this entry »

બંધ આંખોમાં એની પ્રતિક્ષા મળી

10 04 2007

Read the rest of this entry »