એપ્રિલફુલ …..એપ્રિલફુલ…

1 04 2007

મધરાતે પણ હું જાગતો જ હતો..
ને મારા ફોનની રીંગ રણકી…
મોડી રાતના ફોનની રીંગ વાગવી….
ખાસ નવાઈ જેવું નો”તુ

સામેથી બોલાયેલા.કોણ? માં મધુર રણકો હતો.
અવાજ પરિચીત લાગ્યો છતાં હું પારખી ના શક્યો….
સામેથી કોઈ અજનબી કહી રહયું હતું ” હું તમને ચાહું છું”
શું તમે મને એક વાર રુબરુ મળી શકો…..
મેં ધરાર ના પાડી ફોન કટ કરી દીધો…..

પણ ફોન ફરી રણક્યો..એ જ મધુર રણકો ફરીથી એજ શબ્દો..
મારા કર્ણપટલ પર ગુંજી  ઉઠ્યા..હું કંઈ પણ બોલ્યા વગર અવાજને પારખવાના…
પ્રામાણીક છતાં નિષ્ફળ પ્રયત્નો કરતો રહ્યો..સાથે કોણ હશે નો મુંઝારો ?

પહેલીવાર કોઈએ “હું તમને ચાહું છું એમ કહ્યું હતું”
ઘણી મુઝવણ..વિમાસણને અંતે….જિજ્ઞાશાવશ જ તો …જાણ્યે અજાણ્યે “હા” પાડી દીધી…નક્કી થયેલી જગા દુર તો ના જ કહેવાય….મારી હા ના જવાબમાં “આભાર” શબ્દોનો ભાર હું મહેસુસ કર શક્યો…
એટલે જ કદાચ સવારના અગીયાર વાગે હું  ઉસ્માનપુર ગાર્ડનના બાંકડે હ્તો…
નીરવ..શાંતિ …પક્ષીઓનો ક્લરવ હતો…અને પાંચ છ માણસ…બેઠેલા તો કોઈ આંટાફેરા મારતા નજરે આવતા હતા…

મારી નજરને કેમ જાણે બગીચાની હરિયાળી આજે સ્પર્શતી નો”તી
કારણ  આંખને આછો ગુલાબી રંગ ક્યાંય નજરે નો”તો ચઢતો..

સુરજ બરાબર માથે આવી ગયો હતો…
કોઈ સમયના પાબંધ માણસો છાપા પાથરી ટીફીન લઈ જમવા પણ બેઠેલા
નજરે ચઢયા…વધારે વીસેક મિનીટ રાહ જોઈ હું ઉભો થયો…મોબાઈલમાં સમય જોયો તો
બપોરના ૧૨.૨૦ થઈ ગયા હતા..મારા કદમ ખચકાતા ખચકાતા બહાર તરફ ઉપડ્યા….

બહાર આવતાં જ…કિટલી જોઈ ચા પીવાની ઈચ્છા થઈ આવી…અડધી ચા સાથે…સિગારેટ પણ લીધી…સિગારેટ સળગાવી…..ચાની એક ચુસકી મારી..બગીચાની અંદરની તરફ નજર નાખી જોઈ…ત્યાં જ સામે થી સ્કુલ છુટી ..સ્કુલ થોડે દુર હતી …વચ્ચે રોડ…હતો…વાહનોનો ઘોંઘાટ હતો….આ બધું ચીરતો ભુલકાઓનો નિર્દોષ અવાજ મારા કાને અથડાયો….એપ્રિલફુલ …..એપ્રિલફુલ…

હું સ્તબ્ધ હતો ચાની …ચુસકીઓ પણ નીરસ થઈ ગઈ…
સિગારેટના કસથી ઉડતી ધુમ્રસેરોને જોઈ રહ્યો…એ ..યે થોડે ઉંચે …ચઢી વાતાવરણમાં
ભળી અદશ્ય થઈ જાતી હતી..

વસવસોય હતો …વિચારમગ્ન પણ.. કે એપ્રિલફુલ કોણ બન્યું…?
મારા ભાવ જગતમાં એનો જવાબ નો”તો..
થયું ક્યારેક તો મળશે…કોઈની પાસેથી…..
પણ ….
મને તો થઈ રહ્યું છે..એપ્રિલફુલ બનાવાનું મન..
જો એજ અવાજ હોય..એ..જ..શબ્દો હોય…
હવે શું ?…

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

5 04 2007
Neela Kadakia

હાય ! ભગવાન કેટલી આશા હતી કે કોઈનો મધુરો રણકાર કાને અથડાય પણ હાય! નસીબ અપ્રિલફૂલ અની ગયાં ને?
Better luck next time
આશા અમર રાખવી
All the best

10 04 2007
yogakarma

બહુ સરસ હો ભાઇ જલ્સો પડી ગયો હો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: