ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે

29 06 2007

dsc00150.jpg

ગાગરમાં   સાગર    લખું
ગામ તણું  પાદર    લખું

બોલ  તું  કેમ  છે  એટલું?
યાદ કરું  ને  સાદર લખું

જિંદગીનો  અર્થ  પુછો તો
શ્વાસની અવર જવર લખું

ઓણ સાલનું  ચોમાસું બેઠુ
મુજ આંખમાં તરબતર લખું

તું  કમળ  ખીલતું  છે  તો
મુજ નેણમાં છે સરવર લખું
તે લખ્યા બહુ લેખ વિધાત્રી
હું   આજે  તુજ મુકદર લખું.
રસ્તે રઝળતી નગ્નતાને શું કહું?
ખેવના પ્રભુની   દિગંબર લખું

ઈશ્વર વિશે એક હરફના કહેવાય
પથ્થર પથ્થર બસ પથ્થર લખું

ખોફ આજ તો ખાખીનો ચઢ્યો છે
એક કવિનું  એન્કાઉન્ટર લખું

“નારાજ” થી “નીલું’નું   અંતર
બે ઈંટ વચ્ચે જેમ ચણતર લખું.

Advertisements
સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર

27 06 2007

452171308_b3d477d6e5.jpg

શિયાળે ઠુંઠવાતો હું ને ઠુંઠવાતી તું ત્યારે હુંફ એકમેકની મળે એ પ્રેમ
ઉનાળે તપતો હું અને તપતી તું ત્યારે એકમેકમાં ઓગળે એ પ્રેમ
સાવનના મોસમની વાત જાવા દો પ્રિયતમ સાવન તો કાળોકેર
હુંય ભીંજાઉ તુંય ભીંજાય ને છતાં  એકમેકમાં તરસે  એ પ્રેમ

હાથમાં રાખું છું કોરો કાગળ અને હૈયે ઘનઘોર વાદળ
વહેતા અશ્રુની શાહી કરી તને લખું હું ભીનો કાગળ
એક એક અક્ષર વાંચે ને સંભળાય તને મયુરના ભીના ટહુકા
કાળા અક્ષર લાગે મેઘધનુષી રંગ ને હૈયે વરસે એ  પ્રેમ

આ તો કેવું ઋણાનુંબંધન….

24 06 2007

               મિત્રો …આજે કોઈ કવિતા લઈને નથી આવ્યો ….પણ વાત છે ઈટાલીયન યુવતી અને સ્વીડનના  યુવાનની…. વધારે વાંચવા માટે આપેલ લીંક …પર કલીક કરો..કેવું લાગ્યું …? એ જરુર કહેશો….આ કેવું ઋણાનુંબંધન્……??????????

હવે જીદ છોડો તઘલખી વિચારો

18 06 2007

કેવું સારું તકદીરને બદલી શકાય તો
વિધાતા તુજ લકીરને ફેરવી શકાય તો

હવે જીદ છોડો  તઘલખી વિચારો
રહો જો ઠરીઠામ રહી શકાય તો
 
હું સળગી રહ્યો છું પ્રેમની ચિતામાં
બેસ અડોઅડ જો બેસી શકાય તો

સજા છે તમારા  સિતમની આટલી
કરો માફ  ખુદને જો કરી શકાય તો

રક્તની સેરો સાથે ફુટ્યા છે શેર પણ્
ધરો વચ્ચે કોરો કાગળ ધરી શકાય તો

“નારાજ” આજે ખાખી વરદીમાં ભરો
ઈન્દ્રધનુષી રંગો તમથી ભરી શકાય તો

આંસુથી રણ વચ્ચે બરોબર ભર્યું છે

17 06 2007

આંસુથી રણ વચ્ચે બરોબર ભર્યું છે
અમે ટીપે ટીપે  સરોવર ભર્યું છે.
ઝાંઝવાને ઈર્ષા આજ આવે છે એની
સોણલું  આભાસી જે લગોલગ ઉછેર્યું છે.
મહોતાજ છે કોણ કોનો ? કોને ખબર છે?
કોના હાથમાં ધુરા?કોણ ધરોહર બન્યું છે?
તક્તી લઈને કબર એની શોધવા નીકળ્યો છું
એક  કવિને સન્માન મરણોત્તર મળ્યું છે.

“નારાજ” કેમ ભુલાય એ સાબરનો કાંઠો
 કેડી કાંટાળી મેં એકેએક કોતર ખુદયું  છે.

મને છે કોઈની મુંગી એવી દુવાએ માયોઁ.

10 06 2007

હ્રદય વચોવચ એક અફાટ રણ છે
પાંપણ ભીની થવાનું એજ કારણ છે.

સાંજ ઢળતાં જ આંગણે પાછી ફરે છે
ઇચ્છાઓ રાતીકાળી ગાયોનું ધણ છે.

એટલે તો સાચ ને આંચ આવતી નથી
દુનિયામાં છડેચોક જુઠનું ચલણ છે.

જિંદગીને એરણે ટીપે ગમે તે ઘાટ આપે
ઈશ્વવર કેરા હાથમાં ઈચ્છાનો ઘણ છે.

રોકવાના લાખ યત્નો છતાં દોટ મુકે છે
મારી નજરમાં એક એવું તરસ્યું હરણ છે.

હૈયે છે પણ હોઠે લાવી નથી શકતો
“નારાજ”ને કોના નામનું આવું વળગણ છે.

*************
તરસ્યા થયેલા મૃગને જેમ ઝાંઝવાએ માયોઁ.
મને બસ એજ રીતે તારી ઝંખનાએ માયોઁ.

લાખ શોધે કોઈ તોયે ના મળશે પુરાવા
મને છે કોઈની મુંગી એવી દુવાએ માયોઁ.

મારા આંસુ થકી જેનું મેં સિંચન ક્યુઁ”તું
એજ ચમનની મહેંકતી એવી હવાએ માયોઁ.

કહું છું તારા સમ ખાઈને સખી કહું છું,
વફાના રાહીને આજ છે વફાએ માયોઁ.

“નારાજ” આદી શરાબી છે એ વાત સાચી
મરે તો કદી ના કહેતા કે મયકદાએ માયોઁ.

ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી

5 06 2007

   વાદળોની ઘનઘોર ઘટા છે
તુજ ઝુલ્ફની લાગે છટા છે.

વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.


ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી
કુપળ થઈ ફુટે એશું ખુદા છે?


છત્રીને દઈ દો કોઈ દેશવટો
જાત ઢાંકનારા ઘણા બધા છે.

નારાજ” કોને હું પેશ કરું
ભીની ગઝલમાં ભીની મજા છે