કોના કમખે ચિતરેલ મોર ટહુક્યો ?

30 07 2007

કોના કમખે ચિતરેલ મોર ટહુક્યો ?
કે આજ મન મુકીને મેહુલીયો વરસ્યો
ભીની માટીની ભીની સુવાસ થઈ
રોમ રોમ ભીનું ભીનું સ્પર્શયો
કે કોના કમખે ચિતરેલ મોર ટહુક્યો ?
બુંદબુંદનો ભીનો  અહેસાસ
ભીના તનમાં વીજ જેમ ચમક્યો
વાદળની ઓથમાં છુપેલો સુરજ
સાવ લીલી કૂંપળ થઈ ફૂટ્યો
કે કોના કમખે ચિતરેલ મોર ટહુક્યો ?
તને ભીંજવી વરસાદે
મને તે નખશિખ ભીંજ્વ્યો
તારામાં ચમકી વિજળીને
મારામાં મેહુલો ગરજ્યો
કે કોના કમખે ચિતરેલ મોર ટહુક્યો ?

ઈશ્વર નામ કોયડો ના ઉકેલો

24 07 2007

જીવતર વસમું થતું દેખાય છે,
મોત બળવત્તર થતું દેખાય છે.

આંખ દર્પણ છે અંતર કેરું
દશ્ય હરેક ધુંધળું દેખાય છે.
શુષ્ક હોઠે જોઈ તરસ યાદની
અમી નેણે વરરતું દેખાય છે.
ઈશ્વર નામ કોયડો ના ઉકેલો
લોહી ચોતરફ વહેતું દેખાય છે.

મુજને હવે ઉંઘ આવે છે મિત્રો
સ્વપ્ન એક આવતું દેખાય છે

“નારાજ”નીલું અંબર ક્ષિતીજમાં
 તુજ આંખમાં ઢળતું દેખાય છે.

મારા હસ્તાક્ષર……..

14 07 2007

scan0002.jpg

મા બાપ તો જનમનું ઝાડવું

8 07 2007

વાદળની ઘનઘોર  ઘટા છે
મોસમ ભીની ભીની હવા છે.

ખોતરે છે જનમોની વેદના
આ વરસાદ શું ચીજ ભલા છે

ત્યાં શબનમી હોઠ ખામોશ
અહીં ગુલાબી દિલ ફના છે

વાત કિસ્મતની પંકાઈ જવું
એક મીરાં એક પાનબા છે.

એકાંતે દર્દનું અંડ છે સેવ્યું
દોસ્તો અંતે જન્મી કલા છે.

મા બાપ તો જનમનું ઝાડવું
“નારાજ બીજા વગડાના વા છે.