હું બસ એટલું જાણું છુ તુ ફુલ સરખી કોમળ છે

27 09 2007

શ્રાવણની  હેલી  છે  સાવ  સુની ડેલી છે

ભીંજવે છે નખશિખ વર્ષા તારી સહેલી છે

 અશ્રુ વહનનું આવું કારણ કોણ માનશે ?

હું જો કહુ કે તે એવી આગ રુદિયે મેલી છે.  

હું બસ એટલું જાણું છુ તુ ફુલ સરખી કોમળ છે

મે ક્દી કયાં કહ્યુ કે તું જુઈ ચંપો કે ચમેલી છે.

આજકાલ ભલે સુકાઈ ગઈ પ્રેમની સરિતા

ક્યારેક હ્રદય મધ્યે મિત્રો  બે કાંઠે વહેલી છે.  

હું  તને  કઈ  રીતે એ  કહી  શકું તુ  જ કહે                          

મુજ હૈયાની વાત જે  તુજ  હોઠે  અટકેલી  છે  

યાતના છે  વેદના  છે આંસુ  છે  ડુમો છે

દોસ્ત  જિઁદગી એક કોયડો યાને પહેલી છે  

નારાજનું પુછતા હોતો છોરો છે ગોવાળનો                                                                                        

નીલું   ગોકુળની   ગોવાલણ   ઘેલી    છે

Advertisements
મૌન રહેવામાં માન છે સન્માન છે

23 09 2007

મૌન રહેવામાં માન છે સન્માન છે

આપણી વાત કોઈને ગમે ના ગમે

દેવ ડુંગરે કદાચ એટલે ગયા હશે

એમની ચંચૂપાત કોઈને ગમે ના ગમે

ઉગીને સુરજ કેમ આથમે છે ના પુછો

ફુલોની બારાત કોઈને ગમે ના ગમે

રહી જુદા દુનિયાને ભેટ અનોખી આપીએ

સહિયારી સોગાત કોઈને ગમે ના ગમે

હરરોજ વાટ નીરખું છું સંધ્યાને બારણે

મળવા દિનરાત કોઈને ગમે ના ગમે

“નારાજ” આ સંસારે સાધુ નથી થાવું

જોગીની જમાત કોઈને ગમે ના ગમે