નોખો આદમી મળે અનોખો આદમી મળે

22 10 2007

નોખો આદમી મળે અનોખો આદમી મળે

મેલાઘેલા કપડાંમાંય ચોખો આદમી મળે   

બાંધે  મંદિર  મસ્જ્દિ  ઈશ્વર નહીં  મળે 

જો ભીતર પથ્થર તોડો તો આદમી મળે 

વ્યવહાર એટલે ટોળે ટોળાં આદમ તણાં

પ્રેમમાં એક આદમીને બીજો આદમી મળે  

 સારા નરસાનો ભેદ હવે ક્યાં જઈ ઉકેલવો

જેવો અવસર એવું ગાણું ગાતો આદમી મળે  

અછૂતો ખ્યાલ સુણી કરે છે વાહ વાહ દુબારા

 પંડીતજી અભડાઈ જાય અછૂતો આદમી મળે  

 બીમલ ખોવાયો છે  આદમના કાળથી                   

આદમીના રુપમાં નૈ  સાચો આદમી મળે

Advertisements
ચોપાનીયાં કેલેન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.

9 10 2007

404805088_f25d6e6ffe.jpgવનમાં જીવ્યા છીએ વૃંદાવનમાં જીવ્યા છીએ

અમે આખું આયખું દોસ્ત રણમાં જીવ્યા છીએ

 

શું ટાઢ તડકો ? કે ચોમાસું કે શું હેલી વર્ષાની ?

ભવરણમાં ભટક્યા છીએ ગૌધણમાં જીવ્યા છીએ.

 

ખેતરમાં સૌના નિપજ્યું સોના જેવું ખાતર ને

અમે અહીં દોસ્ત છાણ ઝરણમાં જીવ્યા છીએ

 

સોરઠના સાવજ થૈ કાં ઘુમો છો દોસ્તો

અમે દરઅસલ સિંહો ભેળા સાસણમાં જીવ્યા છીએ.

 

રાહબાર રહ્યા તોયે રાહબર સદા રહ્યા અમે

કેમ ભુલો છો અણહિલપુર પાટણમાં જીવ્યા છીએ.

 

અફસોસ એ વાતનો કાલે કરતા ના “બીમલ” કે

ચોપાનીયાં કેલેંન્ડરના ચિતરામણમાં જીવ્યા છીએ.

પ્રેમમાં પાગલ થવાની ઉમર છે.

5 10 2007

નશીલી નશીલી તમારી આ નજરો

ઘાયલ કરે છે ઘાયલ કરે છે.

રસીલી રસીલી તમારી આ વાતો

પાગલ કરે છે પાગલ કરે છે.

ફુલોની મલ્લિકા ઓ  રાણી ઉપવનની

તું ઉપમા કોઇ શાયરના કવનની

મારા શ્વાસે શ્વાસમાં તુ જ તુ  છે સાયબા

તુ ગતિ છે મારી ધડકનની..

રસીલી રસીલી તમારી આ વાતો

પાગલ કરે છે પાગલ કરે છે.

અમસ્તો અમસ્તો ના સુરજ તપે છે.

ચાંદ શા ચહેરે મોતી મઢે છે.

વાલમ સમ લાગે વૈશાખી વાયરો

જ્યારે  ઝુલ્ફોને છંછેડ્યા કરે છે.

નશીલી નશીલી તમારી આ નજરો

ઘાયલ કરે છે ઘાયલ કરે છે.

પ્રેમમાં પાગલ થવાની ઉમર છે.

દિવાના હુ તુ ને દિવાની ઉમર છે

ઝુલે બાજુઓના ઝુલવાની ઉમર છે

હોઠોનું શબનમ પીવાની ઉમર છે

રસીલી રસીલી તમારી આ વાતો

પાગલ કરે છે પાગલ કરે છે.

જીવન મરણ છે એક

2 10 2007

       ”  જીવન મરણ છે એક ”   મખમલી અવાજના માલિક શ્રી જગજીતસિંહ નો પ્રથમ ગુજરાતી આલ્બમમાં ગુજરાતી ગઝલના ગાલિબ એવા મરીઝ સાહેબને માણૉ  અહીં ક્લીક કરો