ગામની એક છોરીને વર્ષ થયા સત્તર

27 11 2007

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

        ગામની એક છોરીને વર્ષ થયા સત્તર……….

 

થોડી કાળી થોડી ધોળી

કોણે  રુપના દરિયે ઝબોળી

આમ લાગે બાળી ભોળી

ને  કરે છે જાદુ જંતર ……..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

 

એણે હળવેથી વાળ જ્યાં ખંખેર્યા

કે થઈ ગઈ હવા અત્તર

વાતાવરણમાં ગુંજી ઉઠ્યા

પ્રેમના મૂંગા મંતર …..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

કોઈ કહે છે ચાંદ કોઈ કહે છે પરી

કોઈ કહે ફુલ છે કોઈ કહે ફુલઝડી

ગામના છોરા કંઈ સમજે એ પહેલાં

ભુલી ગયા ભણતર …….

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

  

Advertisements
ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં

24 11 2007

ચાલ  અડોઅડ બેસીએ ભીની રેતમાં

શ્વાસ બે- ચાર ભરીએ  ભીની રેતમાં

      ફરી ઘર ઘર રમીએ ભીની રેતમાં…..ચાલ અડોઅડ

ગામ ગલી પાદર ખેતર

પાંખ ફફડાવતા ગભરુ તેતર

          સઘળુ ચિતરીએ ભીની રેતમાં …ચાલ અડોઅડ

મારા તારા અધુરા સપનાની વાતો

ધારણાથી પર કરેલ ધારણાની વાતો

            થોડુ ઓર ભીંજાઈએ ભીની રેતમાં…ચાલ અડોઅડ

લાલી તારી લઈને સુરજ ડુબે એ પહેલાં

 વ્યાકુળ હૈયાની ધીરજ ખૂટે એ પહેલાં        

                        ઉના શ્વાસ ભરીએ ભીની રેતમાં ..ચાલ અડોઅડ

મન ફાવે તેમ ધૂણે છે ડાળીઓ

21 11 2007

dsc00129.jpgફુલોના ભારથી ઝૂકે છે ડાળીઓ

ઝુલે છે કિંતુ ના તૂટે છે ડાળીઓ

   

હું ઈચ્છાને કેમ કરી ટાળું કહો

ડાળી પર રોજ ફૂટે છે ડાળીઓ  

 પાનખરમાં ખરતા પાન જોઈને

  શું વાત છે  કે ફૂલે છે ડાળીઓ ?

 હલબલી જાશે મૂળ તો શું થાશે?

 મૂળ વાત કેમ ભૂલે છે ડાળીઓ

    

નારાજ પાઘડીનું ભાન નથીને

મન ફાવે તેમ ધૂણે છે ડાળીઓ

અર્પણ શહીદ પોલીસ કોંન્સ્ટેબલ વિજયસિંહ યાદવને

9 11 2007

પિતાનો કુળદીપક બુઝાઈ ગયો

કુળદીપકની આંખના આંસુમાં

 ડુબી ગયો ભાઈબીજ પહેલાં

 બીજનો ચાંદલો

કોઈના ભાલેથી ઉઝડી ગયો કુમકુમ ચાંદલો

દિવાળીનો દીપક શ્રધ્ધાદીપમાં ફેરવાઈ ગયો .

ગાર્ડ ઓફ ઓનરની સલામીની

ગોળીઓનો અવાજ

આપની અર્ધાગિનીના

કાળજાને કેવો કોરી ગ્યો હશે.

શાંતિદૂત સમા પારેવા ફફડી આકાશે ઉડી ગયા હશે…

મોતનો મલાજો મીઠાઈ બોક્ષમાં બંધ થઈપાછલા બારણે વહેચાઈ ગયો હશે……….અને………..??????????કદાચ……..

. કાલે ,………..પોલીસ એન્કાઉંન્ટરમાં ………….

ઠાર મરાયેલા આરોપીના બચાવમાં

કોઈ માનવ અધિકારી મેદાનમાં આવી ગયો હશે……???