ગામની એક છોરીને વર્ષ થયા સત્તર

27 11 2007

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

        ગામની એક છોરીને વર્ષ થયા સત્તર……….

 

થોડી કાળી થોડી ધોળી

કોણે  રુપના દરિયે ઝબોળી

આમ લાગે બાળી ભોળી

ને  કરે છે જાદુ જંતર ……..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

 

એણે હળવેથી વાળ જ્યાં ખંખેર્યા

કે થઈ ગઈ હવા અત્તર

વાતાવરણમાં ગુંજી ઉઠ્યા

પ્રેમના મૂંગા મંતર …..

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

કોઈ કહે છે ચાંદ કોઈ કહે છે પરી

કોઈ કહે ફુલ છે કોઈ કહે ફુલઝડી

ગામના છોરા કંઈ સમજે એ પહેલાં

ભુલી ગયા ભણતર …….

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

ગામની એક છોરીને વર્ષ  થયા  સત્તર

  


ક્રિયાઓ

Information

5 responses

27 11 2007
KEtan SHah

ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.

maja aavi gayi.

27 11 2007
Shah Pravinchandra K

શામળભટ્ટના સમયમાં ૧૩ વર્ષની
પછી થઈ ગઈ છોકરી ૧૬ વર્ષની
અને હવે થઈ છોકરી ૧૭ વર્ષની.
‘નારાજ’ના રાજ પછી ૧૮ વર્ષની?
સારું છે છોકરી પ્રગતિ કરી રહી છે.

28 11 2007
hemantpunekar

sundar geet!

13 12 2008
vivektank

really ur blog is very very nice……

17 01 2009
અરવિંદભાઇ પટેલ.

aa kaviaa rachnaar kavinu naam to antmaa lakho.
jethi koi ger samaj naa ubhi thaay.
Nahitar evu nahi kahevu pade ke policewalaj chori kare chhe. 😀 😀 😀

Leave a reply to Shah Pravinchandra K જવાબ રદ કરો