આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

12 01 2008

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને પાંપણે મૂક્યા પહાડ

જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે

છાતીમાં પડી ગઈ તિરાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

છાતીમાં પડી ગઈ તિરાડ

 

ખંડેરમાં પડઘાતું મારું એકાંત ને

પડઘે થરથરતાં કાંટાળાં ઝાડ

વાત તારી માંડે જ્યાં મૂંગા પથ્થરો

તૂટતી જાય એકએક નાડ

આંખોમાં રોપ્યા તે લીલીડાં સપના    

ને છાતીમાં પડી ગઈ તિરાડ

 

હૈયા સરખો ચાંપી દે મને

વરસાવી દે સઘળા વ્હાલ

કાળા વાદળની છાતી ચીરીને

પછી આંજી દે ઉજળો ઉઘાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને છાતીમાં પડી ગઈ તિરાડ

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

12 01 2008
ડૉ.મહેશ રાવલ

દોસ્ત !
વિષય અને વિચાર બન્ને સરસ લાગ્યા,પણ….
વારંવાર પ્રયત્ન કરવા છતાં લય મારા ગળે ઉતરી નહી.
કઈક ખૂટતું/ખૂંચતું હોય એવું કેમ લાગ્યું?
જરા જોઇ લેજેને ?
સુંદર રચના,વધુ સુંદર બને -આશય માત્ર એટલો છે.
અને હા !
મારી ગઝલો તને ગમી-એ ગમ્યું.
આભાર.

13 01 2008
hemantpunekar

lay ange maheshbhai saathe sahmat chhu. paN bhav saundarya thi bharpur rachana chhe. khub saras!

13 01 2008
bimal

મેહુલભાઈ / હેમંતભાઈ બિલકુલ સાચી …લય તૂટે છે કશુંક ખૂટે છે….જે મને પણ મહેસુસ થયું હતુ અને થાય છે…….હું એ માટે પ્રયત્ન કરી રહ્યો છું ….પણ હજી સુધી વાત આગળ વધતી નથી….

15 01 2008
વિવેક ટેલર

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના
ને પાંપણે મૂક્યા પહાડ
જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે
છાતીમાં પડી ગઈ તિરાડ
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

– સુંદર રચના, બિમલભાઈ… ગીત હોય કે ગઝલ- બંને લય કે છંદના સથવારે જ ચાલી શકે છે. કોઈ લયની જાણકારી વિના લખાયું હોવા છતાં આ ગીત લયની ખાસ્સું નજીક છે. એને મઠારી શકાય તો ઉત્તમ…. પરંતુ એકંદરે સુંદર શબ્દો, મજાના કલ્પનો અને સરવાળે ઉત્તમ ભાવાભિવ્યક્તિ…

19 01 2008
ઊર્મિ

અતિ સુંદર રચના…

કાયમની જેમ જ આ વખતે પણ તારી રચના ભાવથી ભરપૂર અને ઊર્મિથી તરબતર છે બીમલ. પરંતુ આગળ સુધારા અને ક્વોલિટી માટે હું વિવેક સાથે 100% સહમત છું. છંદ અને લયની ઘણી નજીક હોય છે તારે રચનાઓ… અને એકવાર થોડો છંદ પર જો તારો હાથ બેસતો થઈ જાય તો તારી લગભગ બધી રચનાઓ ઘણી ઉંચાઈ સુધી પહોંચી શકે છે, એમાં કોઇ શક નથી. અને કાયમ જે હું બધે એકનું એક ગાણું ગાયા કરું છું એ અહીં પણ ગાઈ લઉં, એજ કે રઈશભાઈ મનીઆરનું ‘ગઝલ: રૂપ અને રંગ’ પુસ્તક લઈ અભ્યાસ કરવાનું ચાલુ કરશે તો ખૂબ જ ઝડપથી ફાયદો થશે.

11 02 2008
lata hirani

maja avi… likhate raho…

25 02 2008
pravinash1

bhava sabhar.

21 02 2009
દક્ષેશ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના ને પાંપણે મૂક્યા પહાડ
જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે છાતીમાં પડી ગઈ તિરાડ

માં સહેજ જ ફેર કરી

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના ને પાંપણે મૂક્યા પહાડ
જંગલો વિસ્તર્યા ભીતરમાં એવા કે છાતીમાં પડતી તિરાડ

તો કેવું ? ગઝલના છંદ કે શાસ્ત્રનો મારો અભ્યાસ નથી પણ આ કૃતિમાં સુંદર ભાવ ભરેલો છે. આ રીતે સહેજ ફેર કરતાં ઉત્તમ અને વાંચતા ન કઠે એવી સુંદર કૃતિ થઈ શકે એમ લાગે છે. મારા સૂચનને ટીકા ન ગણશો. આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: