આ આંસુઓ એ વાતની ગવાહી છે

20 01 2008

આ આંસુઓ એ વાતની ગવાહી છે

કે  લાગણીઓ હ્રદયની પ્રવાહી છે

કોરી ગાગર જેમ દિલે ક્શું ઝમે સખી 

 તો પહેલા પ્રેમની પહેલી નિશાની છે   

કાંટાળી હશે ભલે વાડ એ  વિઁટળાશે

આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !? 

છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર

ખુદાના હોવાનીય  આવી કહાની છે    

નારાજ એના  રૂપને શું ઉપમા ? શું રૂપક? 

 જે  ઓઢે નીલુ  એ હર ઓઢણી સુહાની છે

Advertisements

ક્રિયાઓ

Information

12 responses

20 01 2008
Valibhai Musa

ભાઈશ્રી બીમલ,
કુશળ હશો.”છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર” વાંચતાં એક અભણ અને ધૂની માણસે સંભળાવેલ એક ગહન વાત યાદ આવે છે. શબ્દો છે:”ઈંટ પૂજ્યે જો અલ્લાહ મળતા હોય તો ઈંટવાડો પૂજીએ;અને પથ્થર પૂજ્યે જો ઈશ્વર મળતા હોય તો પહાડ પૂજીએ.” મહાત્મા ગાંધીનું પણ આવું જ કંઈક કથન સ્મરણમાં છે.ખાત્રી કરી લેવા વિનંતી,અન્યથા આપના અધિકાર હેઠળ રદ કરી દેશો.તો તેમનું કથન છે:”ઈશ્વરની પ્રતિમાને માત્ર પ્રતિક માનીને મનમાં તેને નિરંજન નિરાકાર ગણી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય તો હું મૂર્તિપૂજક છું;પણ,પ્રતિમાને જ ઈશ્વર માનવામાં આવે તો માની લો કે હું મૂર્તિભંજક છું.”
સ્નેહાધીન,
વલીભાઈ મુસા

21 01 2008
કુણાલ

કાંટાળી હશે ભલે વાડ એ વિઁટળાશે
આંધળી છે પ્રેમની વેલ વાત છાની છે !?

sundar shabdo … !!

25 01 2008
mehta preeti

છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર

ખુદાના હોવાનીય આવી કહાની છે

bahu j sars rachna che…..

http://manzarukho.blogspot.com/

31 01 2008
Niraj

ભાવવાહી ગઝલ… સુંદર શેર થયા છે..

31 01 2008
વિશ્વદીપ બારડ

“નારાજ” એના રૂપને શું ઉપમા ? શું રૂપક?

જે ઓઢે “નીલુ” એ હર ઓઢણી સુહાની છે

sundar !

25 02 2008
chetu

very nice..!! congrats..

12 03 2008
digisha sheth parekh

superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay….

12 03 2008
digisha sheth parekh

superb paheli be line to jaane..ekdum…pravahi j che..vahi ne dil ma j pahochi jaay

12 03 2008
digisha sheth parekh

paheli comment ma mara blog nu adress khotu mukayu che

18 06 2008
jalal mastan 'jalal'

વાહ. સુંદર કવિતા. લખતા રહો.

જલાલ મસ્તાન ‘જલાલ’

૯૮૭૯૧ ૯૭૬૮૬

ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.

18 06 2008
jalal mastan 'jalal'

‘નારાજ’જી, હું યુવા કવિઓ અંગે અખબારમાં લખવા માગું છું. જો આ૫ ઇચ્છો તો ફોન કરી શકો. આ૫નો નંબર શોધવા છતાં મળ્યો નહિ. ગઝલ અંગે કંઇ ૫ણ કામ હોય તો૫ણ ફોન કરી શકો.

પોલીસતંત્રમાં આટલી લાગણીસભર કવિતા! વાહ. અભિનન્દન.

જલાલ મસ્તાન ‘જલાલ’ ૯૮૭૯૧ ૯૭૬૮૬

ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.

1 08 2008
પ્રવિણ શાહ

છે માનો તો ઈશ્વર નહીંતર પથ્થર

ખુદાના હોવાનીય આવી કહાની છે

ઘણી જ સાચી વાત કરી, આજના સમાજની
અંધશ્રધ્ધા પર સુંદર વ્યંગ કર્યો છે.

http://www.aasvad.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: