એક મહોરા પર બીજું મહોરું છે

3 08 2008

દિવસ અને રાત સતાવે મને તારી યાદ સતાવે

જુદાઈનો ગમ નથી દોસ્ત છેલ્લો એ સંવાદ સતાવે

તું કોરી રહી શકીના હુંય ના ભીંજાયો નખશિખ

ફરફર વરસી બેઉને લુચ્ચો આ વરસાદ સતાવે.

88888888888888888888888888888888888888888888

એક મહોરા પર બીજું મહોરું છે

દુ:ખ એજ વાતનું દોસ્ત મને દોહરું છે.

 

ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો

મારામાં બ્લેક હોલ નામે બાકોરું છે.

 

કેટલીય ભીની પળોને મેં સાચવી છે

કોરી આંખોમાં શમણું તોયે કોરું છે.

અંતર મળ્યા પછી અંતર રાખે છે ઘણા

બેસે હાથમાં દઈ હાથ અડોઅડ એવું થોડું છે.

એને દુનિયાદારીનું ભાન ક્યાંથી હોય દોસ્તો

નારાજ તો હજી આજકાલનું છોરું છે.

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

3 08 2008
chetu

saras rachanaa….

3 08 2008
pragnaju

એક મહોરા પર બીજું મહોરું છે
દુ:ખ એજ વાતનું દોસ્ત મને દોહરું છે.
ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો
મારામાં “બ્લેક હોલ” નામે બાકોરું છે.
વાહ્-બાકી
નીલમે તો
“હવે મેં શીખી લીધું છે,
ચહેરા ઉપર મહોરા પહેરતા,
જાતજાતના ને ભાત ભાત ના…
અસ્તિત્વ આખું ઉતરડી….
નાના ટુકડા કરી
આભલા સમ ઉપર ચીટકાવી દીધા છે
પણ…..
એમાં પડતું એક એક પ્રતિબિબ
પૂછે છે મને…”
તું આમાં કયાં છે?
તારો ચહેરો કયો છે?

.

4 08 2008
પ્રવિણ શાહ

http://www.aasvad.wordpress.com

અંતર મળ્યા પછી અંતર રાખે છે ઘણા…

સુંદર રચના !

4 08 2008
Valibhai Musa

સ્નેહી ભાઈશ્રી બિમલ,
દીર્ઘ વિરામ પછી પુનરાગમન બદલ ધન્યવાદ.”એક મહોરા પર બીજું મહોરું છે” ના અનુસંધાને આપના વાંચકોને મારા બ્લોગ ઉપરનો આર્ટિકલ “Inspired knowledge (Intuition) જેની ‘pdf’ કડીમાં “સહજ જ્ઞાન” ખૂલે છે તે વાંચવો ગમશે. “એને દુનિયાદારીનું ભાન ક્યાંથી હોય દોસ્તો, ‘નારાજ’ તો હજી આજકાલનું છોરું છે”માં તો ભાઈ તમે કમાલ કરી દીધી! “શકીના” ને “શકી ના” તરીકે સુધાર્યું હોય તો!
સ્નેહાધીન,
વલીભાઈ મુસા

8 08 2008
સુરેશ જાની

બહોત ખુબ..

8 08 2008
સુનીલ શાહ

ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો

મારામાં “બ્લેક હોલ” નામે બાકોરું છે.

સરસ

8 08 2008
ડો.મહેશ રાવલ

ગઝલ આમ તો સારી લખાઈ છે દોસ્ત!

પણ…..

કેટલીક ટાળી શકાયી હોત એવી ક્ષતિઓ, વાક્ય રચના કે બે પંક્તિ વચ્ચેની જગ્યાની વિ.જણાઈ છે જે ગંભીર તો નથી પણ,ક્ષતિ કોઈપણ સંજોગોમાં ક્ષતિ જ કહેવાય !!!!!!

રચના પોસ્ટ ભલે કવિ તરીકે કરીએ પણ પોસ્ટકરતાં પહેલા ,મારી દ્રષ્ટિએ વાચક તરીકે એકવાર જોઇ જવી જોઇએ !

જેથી,કંઇ ક્ષતિ કદાચ રહી ગઈ હોય તો,નિવારી શકાય !!

હું અનુભવે જે શિખ્યો છું એ કહ્યું- ટીકા નહીં, ટિપ્પણી છે આ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: