છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે

25 08 2008

ભલા થઈને કરો કોશિશ કર્યા વગર નહીં મળે

જોડીને હાથ બેસી રહેશો  તો ડગર નહીં મળે

 

 

 

એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.

ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.

 

 

 

 

 

સદાયે લોહી સાથે વણી રાખો મીરાં કેરી શ્રધ્ધા

બધાયે ઝેર થાશે બેઅસર કોઈ અસર નહીં મળે

 

 

 

ફેંદો નહીં દોસ્ત કિતાબો સરનામું શોધવા એનું

અક્ષર-અક્ષર ઉકેલાશે ને ખુદા અકસર નહીં મળે

 

 

 

ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત

મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે

 

 

 

 

 

તમથી રહે નારાજ તો કેવો ભટકી જાય ના પુછો

છે ધરતીનો છેડો ઘર ને એને  ઘર નહીં મળે

Advertisements

ક્રિયાઓ

Information

13 responses

25 08 2008
Pinki

saras vat kari chhe……

25 08 2008
વિજેશ શુકલ

ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત

મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે

પ્રેમમાં રહેલી ફોર્માલીટીવાળી આ પંકિત ખૂબ ગમી.

25 08 2008
ડૉ.મહેશ રાવલ

વાહ દોસ્ત!
મજા આવી ગઈ !
છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે !

25 08 2008
chetu

saras shabdo.. abhinandan

26 08 2008
Nirlep Bhatt

ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત
મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે

aa vaat adbhut reete raju thai chhe…aa pankti aakhee gazal ne navi j unchai aape chhe..

29 08 2008
વિવેક ટેલર

અભિવ્યક્તિ સરસ છે પણ છંદની ઉણપ સાલે છે. આટલા વખતથી શબ્દની આરાધના કરો છો પણ પૂજામાં બિલિપત્ર મૂકવાનું રાખતા નથી તે કેમ ચાલે? છંદ શીખવું સહેજે દુરાધ્ય નથી… કોશિશ કરશો તો રચના ઓર દીપી ઊઠશે…

29 08 2008
સુરેશ જાની

બહોત ખુબ.

31 08 2008
vivektank

kharekhar sundar…….. dil thi fida

20 09 2008
ઉંઝા જોડણી

એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.
ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.

સરસ વાત.

25 02 2009
Natver Mehta, Lake Hopatcong, NJ

સરસ રચના.
આપ આપની અભિવ્યક્તિ સરસ રજુ કરો છો એ ઘણુ છે.
Keep it up!!

25 06 2009
websitereal

I am also one of the gujju blogger and blogging on topic Fitness Tips and Health Tips.

Here its one of the best creation ever found.

God Bless You for your better blogging work.

Mohit Shah
Dental Trainer,Sydney,Australia

24 07 2009
Kuldeep Sagar, Sudan

Khub j saras

1 10 2009
Reading

છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે

બિમલભાઇ,
ખરેખર આ જગમાં ઘર મેળવવું અઘરું છે.
http://ghanshyam69.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: