સાંજની લાલીમા કાળી રાત બની જાય

17 01 2009

સાંજની લાલીમા કાળી રાત બની જાય

ઘટના ગોઝારી હો તો ઘાત બની જાય

 

ભીતરમાં ઠોંસી ઠોંસી ખાલીપો ન ભર

કે એ જાતા દા”ડે આઘાત બની જાય

 

સીમા ચરમ નક્કી ચાહતની સમજ દિલ

અધર તણી ચુપકી કબુલાત બની જાય

 

મળી નિગાહ નિગાહ થયો નજરે કેદ

તારી જરીક દુરતા હવાલાત બની જાય

 

 આવો જો આપ બિમલની ગઝલ માંય

મુજ ઊર્મિ ગીત જરુર આયાત બની જાય

Advertisements
તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ

6 01 2009

તારું   હોવું  મારું   હોવું  સાવ  અલગ  અલગ

જાવું  સાચું એક   કાંઠે  નાવ અલગ અલગ

 

માણસ  છીએ  અમ  ઈબાદત  છે   એજ  પ્રભુ  

મંદિરે   મસ્જિદે  ના  અજમાવ  અલગ અલગ

 

 

બદલાય સમય તો  શું  શું   બદલાય  પુછ  ના

એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ

 

ભટકી  જાશો  પળ  પળ   ખૂશ્બુ  કેરી   શોધમાં

પામો કોમળતા,ન સુમન સ્વભાવ અલગ અલગ

 

 

આંસુ  જાશે  આવી  નિરખી  બીમલની  છબી

મોતી  માણેક  થકી લાખ મઢાવ અલગ અલગ