રણ વેરાન રણની તરસ છીએ.

23 03 2009

રણ વેરાન રણની તરસ છીએ.
ક્ષણભંગુર ક્ષણની તરસ છીએ.

 

સુરજમુખી થઈને ઉગ્યા ધરા પર
બળબળતા સુરજની તરસ છીએ.

 

ક્ષીર સાગરને મળવા કાજે અધીરા
અમે મધમીઠાં ઝરણની તરસ છીએ.

 

સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ

 

જિંદગી આભાસી જળની ઘટના છે ને                                                                           નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ

Advertisements