રણ વેરાન રણની તરસ છીએ.

23 03 2009

રણ વેરાન રણની તરસ છીએ.
ક્ષણભંગુર ક્ષણની તરસ છીએ.

 

સુરજમુખી થઈને ઉગ્યા ધરા પર
બળબળતા સુરજની તરસ છીએ.

 

ક્ષીર સાગરને મળવા કાજે અધીરા
અમે મધમીઠાં ઝરણની તરસ છીએ.

 

સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ

 

જિંદગી આભાસી જળની ઘટના છે ને                                                                           નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

23 03 2009
snehaakshat

જિંદગી આભાસી જળની ઘટના છે ને
નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ

ખૂબ જ સુંદર રચના…મજા આવી..

સ્નેહા-અક્ષિતારક

http://akshitarak.wordpress.com

9 05 2009
યશવંત ઠક્કર

સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ

એક ચિત્ર નજર સામે ખડું થઈ જાય છે. ને સાથે સાથે તીવ્ર સંવેદનાનો અનુભવ!
જોરદાર રજૂઆત માટે અભિનંદન.

13 05 2009
razia

જિંદગી આભાસી જળની ઘટના છે ને
નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ
સું….દ….ર.. રચના.

આપનો બ્લોગ ખૂબજ ગમ્યો. મારા બ્લોગ પર પધારવા બદલ આભાર/

21 01 2015
pari patel

સુંદર રચના.

29 04 2016
kabumabl rangno vaibhav

ધન્યવાદ આભાર ખુબ ખુબ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: