દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી

6 05 2009

દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી

આકાશને આંબી જઈએ

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ

 

 

ફાગણનો ફાગ હવે કોયલનો રાગ

પછી વૈશાખી વાયરાની ડમરી

હૈયામા ધોમધખતી જેઠની બપોર

પછી આંખમાં અષાઢી વીજળી

બોલ હવે બોલ પછી બોલ એકમેકમાં ઓગળી જઈએ…….

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ

 

 

આભના છાબમાં તારલાના ગુલાબ

ઉપર છે ચાંદાનો પહેરો

ધરતી પર પથરાઈ છે રૂપલે મઢેલ રાત

ને ઉછળતી સાગરની લહેરો

રોમ હવે રોમ પછી રોમરોમ વ્યાપી  જઈએ….

ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ.  

 

 

Advertisements