દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી
6 05 2009દોડ હવે દોડ પછી હાથોમાં હાથ ઝાલી
આકાશને આંબી જઈએ
ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ
ફાગણનો ફાગ હવે કોયલનો રાગ
પછી વૈશાખી વાયરાની ડમરી
હૈયામા ધોમધખતી જેઠની બપોર
પછી આંખમાં અષાઢી વીજળી
બોલ હવે બોલ પછી બોલ એકમેકમાં ઓગળી જઈએ…….
ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ
આભના છાબમાં તારલાના ગુલાબ
ઉપર છે ચાંદાનો પહેરો
ધરતી પર પથરાઈ છે રૂપલે મઢેલ રાત
ને ઉછળતી સાગરની લહેરો
રોમ હવે રોમ પછી રોમરોમ વ્યાપી જઈએ….
ચાલ હવે ચાલ પછી ચાલ એકમેકમાં ડૂબીને રહીએ.
Comments : 7 Comments »
Categories : મારું કવન..મારું જીવન
રણ વેરાન રણની તરસ છીએ.
23 03 2009રણ વેરાન રણની તરસ છીએ.
ક્ષણભંગુર ક્ષણની તરસ છીએ.
સુરજમુખી થઈને ઉગ્યા ધરા પર
બળબળતા સુરજની તરસ છીએ.
ક્ષીર સાગરને મળવા કાજે અધીરા
અમે મધમીઠાં ઝરણની તરસ છીએ.
સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ
જિંદગી આભાસી જળની ઘટના છે ને નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ
Comments : 3 Comments »
Categories : મારું કવન..મારું જીવન
સાંજની લાલીમા કાળી રાત બની જાય
17 01 2009સાંજની લાલીમા કાળી રાત બની જાય
ઘટના ગોઝારી હો તો ઘાત બની જાય
ભીતરમાં ઠોંસી ઠોંસી ખાલીપો ન ભર
કે એ જાતા દા”ડે આઘાત બની જાય
સીમા ચરમ નક્કી ચાહતની સમજ દિલ
અધર તણી ચુપકી કબુલાત બની જાય
મળી નિગાહ નિગાહ થયો નજરે કેદ
તારી જરીક દુરતા હવાલાત બની જાય
આવો જો આપ બિમલની ગઝલ માંય
મુજ ઊર્મિ ગીત જરુર આયાત બની જાય
Comments : 8 Comments »
Categories : મારું કવન..મારું જીવન
તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ
6 01 2009તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ
જાવું સાચું એક જ કાંઠે નાવ અલગ અલગ
માણસ છીએ અમ ઈબાદત છે એજ પ્રભુ
મંદિરે મસ્જિદે ના અજમાવ અલગ અલગ
બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ
ભટકી જાશો પળ પળ ખૂશ્બુ કેરી શોધમાં
પામો કોમળતા,ન સુમન સ્વભાવ અલગ અલગ
આંસુ જાશે આવી નિરખી “બીમલ”ની છબી
મોતી માણેક થકી લાખ મઢાવ અલગ અલગ
Comments : 6 Comments »
Categories : મારું કવન..મારું જીવન
છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે
25 08 2008ભલા થઈને કરો કોશિશ કર્યા વગર નહીં મળે
જોડીને હાથ બેસી રહેશો તો ડગર નહીં મળે
એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.
ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.
સદાયે લોહી સાથે વણી રાખો મીરાં કેરી શ્રધ્ધા
બધાયે ઝેર થાશે બેઅસર કોઈ અસર નહીં મળે
ફેંદો નહીં દોસ્ત કિતાબો સરનામું શોધવા એનું
અક્ષર-અક્ષર ઉકેલાશે ને ખુદા અકસર નહીં મળે
ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત
મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે
તમથી રહે નારાજ તો કેવો ભટકી જાય ના પુછો
છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે
Comments : 13 Comments »
Categories : મારું કવન..મારું જીવન
અર્પણ રક્ષાબંધને માલધારી બેનોને
16 08 2008
અમારા ચરણ સાથે હજીયે સફરમાં છે મારગ
જીવતરના સારા-નરસા અવસરમાં છે મારગ
આ ક્યાં ઘડીની વાત છે યુગોની છે રઝળપાટ
હજી મારગમાં ઘર અમારું ને ઘરમાં છે મારગ
ખડ ખૂટ્યાની વેદના ભલા તમને શી ખબર?
આંસુ નહીં અહીં આંખની દડદડમાં છે મારગ
અમે રાહબર છતાં ભટકતા રહયા જીવનભર
ને પથ ભુલ્યાને ચીંધી દીધો પલભરમાં મારગ
ભાતીગળ સંસ્કૃતિના છપાવે છે પ્રચારમાં ચિત્રો
જાગો “નારાજ” બની રહયો છે કેલેન્ડરમાં મારગ
Comments : 7 Comments »
Categories : મારું કવન..મારું જીવન
એની આંખોમાં ઘણું લખેલું હતું
14 08 2008એની આંખોમાં ઘણું લખેલું હતું
પ્રેમના પાઠ કોણ ભણેલું હતુ.
અમે તોફાનો સાથે બાથ લીધી
ને હંફાવી ગયું એ હલેસું હતું
હું ચાહું છું તને ચાહું છું ભલા
આટલું કહેવુ એ ક્યાં સહેલું હતું
રાત આખી અડીખમ અંધારુ
પલકોમાં ઉષાની ઝુકેલું હતું
બંધ આંખે બદલી દિશા ચાલ્યો
ચરણ થંભ્યા જ્યાં તારું ડેલું હતું
નારાજ આજે ડંખે છે નસેનસમાં
જે કાલે લોહી સાથે વણેલું હતું
Comments : 9 Comments »
Categories : મારું કવન..મારું જીવન
એક મહોરા પર બીજું મહોરું છે
3 08 2008દિવસ અને રાત સતાવે મને તારી યાદ સતાવે
જુદાઈનો ગમ નથી દોસ્ત છેલ્લો એ સંવાદ સતાવે
તું કોરી રહી શકીના હુંય ના ભીંજાયો નખશિખ
ફરફર વરસી બેઉને લુચ્ચો આ વરસાદ સતાવે.
88888888888888888888888888888888888888888888
એક મહોરા પર બીજું મહોરું છે
દુ:ખ એજ વાતનું દોસ્ત મને દોહરું છે.
ગળી જઈશ હું બ્રહ્માંડોના બ્રહ્માંડો
મારામાં “બ્લેક હોલ” નામે બાકોરું છે.
કેટલીય ભીની પળોને મેં સાચવી છે
કોરી આંખોમાં શમણું તોયે કોરું છે.
અંતર મળ્યા પછી અંતર રાખે છે ઘણા
બેસે હાથમાં દઈ હાથ અડોઅડ એવું થોડું છે.
એને દુનિયાદારીનું ભાન ક્યાંથી હોય દોસ્તો
“નારાજ” તો હજી આજકાલનું છોરું છે.
Comments : 7 Comments »
Categories : મારું કવન..મારું જીવન
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી
17 06 2008ના ભાંગ ના ગાંજો ના ચરસ પીધી હતી
આંખમાં હજી ખુમાર છે મેં તરસ પીધી હતી
સુરજ સાખે દેતુ”તુ કોઈ ચાંદની ના સમને
મેં તમારી કસમ રાત દિવસ પીધી હતી
મારી દિવાનગીને કોઈ મજબૂરીનું નામ ના દે
મીરાંની જેમ થઈને શ્રધ્ધાવશ પીધી હતી.
ઈશ્વર વિશે એકદિ ઈશ્વરને પુછી બેઠો હતો
પીઠામાં બેસી સામસામે અરસપરસ પીધી હતી.
“નારાજ”ની નારાજગીના કારણ રુપાળાં છે
એણે રાત ઉજાગર કરવા તમસ પીધી હતી.
Comments : 11 Comments »
Categories : મારું કવન..મારું જીવન


Recent Comments